Mal Vahak Vahan Sahay Yojana(માલ વાહક વાહન સહાય યોજના 2023): ગુજરાત રાજ્યમાં ઘણા બધા વિભાગો છે જેણે તેના નાગરિકોને મદદ કરવા માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે ખેડૂતો માટે નવી અને નવીન યોજનાઓ લાવી છે. સરકાર ખેડૂતોને નવીન ખેતીની તકનીકો અપનાવીને તેમની પાકની ઉપજ વધારવા વિનંતી કરી રહી છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે iKhedut પોર્ટલ રજૂ કરવામાં આવ્યું છે.
માલ વાહક વાહન સહાય યોજના વિષે ટૂંકમાં માહિતી
કેન્દ્ર સરકાર નવીન કૃષિ યોજનાઓ રજૂ કરીને ખેડૂતોની આવક વધારવા માટે સક્રિય પગલાં લઈ રહી છે. વધુમાં, રાજ્ય સરકારો આ પ્રયાસને પૂરક બનાવવા માટે વાર્ષિક ખેડૂત યોજનાઓ બહાર પાડી રહી છે.
ખેતરોમાંથી બજારો સુધી પાકના પરિવહન માટે, ખેડૂતો ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેમની ઓછી ક્ષમતાની જરૂરિયાતોને કારણે માલસામાન વહન વાહનોની પસંદગી કરી રહ્યા છે. આને સરળ બનાવવા માટે, ખેડૂતોને માલસામાનના વાહનોની ખરીદી પર સબસિડી આપવામાં આવી છે, જેનાથી તેઓ તેમની ઉપજને બજારોમાં લઈ જવામાં સહેલાઈથી સક્ષમ બને છે.
યોજનાનું નામ | માલ વાહક વાહન પર સબસીડી 2023 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ખેડૂતો દ્વારા ઉત્પન્ન થયેલો પાક APMC સુધી લઈ જવા માલ વાહન સાધનની ખરીદી પર સબસીડી |
લાભાર્થી | ગુજરાતના પાત્રતા ધરવતા ખેડૂતોને |
સબસીડી નંબર-1 | નાના,સીમાંત,મહિલા, એસ.સી/એસ.ટી ખેડૂતોને કુલ ખર્ચના 35 % અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. |
સબસીડી નંબર-2 | સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25 % અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે |
અધિકૃત વેબસાઈટ | @ikhe mulberry.gujarat.go v.in _ |
તેમના કૃષિ માલને સ્થાનિક બજારોમાં પહોંચાડવાના બોજારૂપ કાર્યને દૂર કરવા માટે, ખેડૂતોને જરૂરી નાણાકીય સહાય આપવામાં આવી રહી છે. વધુમાં, ખેડૂતો પરિવહન સાધનોની ખરીદી માટે સબસિડીનો લાભ લઈ શકે છે. ગુજરાતમાં કિસાન પરીવાહન યોજના માટે ઓનલાઈન અરજી કરવી જરૂરી છે.
પાત્રતા
કૃષિ સહાય યોજના હેઠળ આ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે. કૃષિ વિભાગ દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરેલ છે તે નીચે મુજબ છે.
- અરજદાર ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
- નાના, સિમાંત, મહિલા, એસ.ટી,એસ.સી,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
- લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
- લાભાર્થી ખેડૂતોઓએ કિસાન પરિવહન યોજનાનો પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 5 વર્ષની સમય મર્યાદા અરજી કરી શકે.
- ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા Ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.
સાધન ખરીદીની શરતો
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ikhedut portal Parivahan માટે ખરીદી માટેની શરતો નક્કી થયેલ છે. ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે.
- આઈ ખેડૂત પોર્ટલ દ્વારા નક્કી એમ્પેનલ કરેલ તથા જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પાસેથી ખરીદી કરવાની રહેશે.
- આ યોજના માટે પેનલમાં સમાવેશ થયેલ ઉત્પાદકના માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.
- ખેડૂત આ સહાય મેળવવા માટે પાકું લાઈસન્સ ધરાવતો હોવો જોઈએ.
સહાય ધોરણ
કિસાન પરિવહન યોજનામાં ikhedut subsidy અગાઉથી નક્કી કરેલી છે. આ સબસીડી યોજના 2023 અન્વયે અરજદાર ખેડૂતની જાતિ અને દરજ્જાના દરજ્જાના આપવામાં આવશે આવશે. જે નીચે મુજબ છે.
સામાન્ય અને અન્ય ખેડૂતોને | Kisan Parivahan Yojana ખેડૂતોને કુલ ખર્ચના 25 % અથવા 50,000/- બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી મળશે. |
મહિલા, નાના, સીમાંત, અનુસુચિત જાતિઅને અનુસુચિત જન જાતિ ખેડૂતોને | કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 35 % અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી મળશે. |
જરૂરી દસ્તાવેજ
ikhedut Portal પર ચાલતી Khedut Mal Vahak Vahan Sahay Yojana નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈએ.
- ikhedut Portal 7-12
- લાભાર્થીના આધારકાર્ડની નકલ
- જો ખેડૂત SCજ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત ST જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- વન અધિકાર વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- લાઈસન્સ
માલવાહક વાહન સહાય યોજના ઓનલાઈન કેવી રીતે અરજી કરવી
માલ પરિવહન પહેલ દ્વારા પૂરા પાડવામાં આવેલ લાભો મેળવવા માટે, ગ્રામીણ ખેડૂતોએ ikhedut પોર્ટલ દ્વારા સાઇન અપ કરવું જરૂરી છે. ખેડૂતો માટે તેમના પોતાના ઘરની આરામથી અરજી કરવાના વિકલ્પ સાથે અરજી પ્રક્રિયાને વધુ અનુકૂળ બનાવવામાં આવી છે.
વધુમાં, તેઓ તેમની ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર (VCE) દ્વારા ઓનલાઈન અરજી પણ દાખલ કરી શકે છે. સરળ અને સુવ્યવસ્થિત એપ્લિકેશન અનુભવની સુવિધા આપવા માટે, અહીં અરજી કરવા માટેની પગલું-દર-પગલાની સૂચનાઓ છે.
- સૌપ્રથમ Google Search માં “ ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search માં જે પરિણામ આવે તેમાંથી @ ikhe dut.gujarat.go v.in વેબસાઈટ ખોલવી.
- આઈ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “ યોજના ” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર-1 પર “ખેતીવાડી ની યોજના” ખોલવું.
- “ખેતીવાડી ની યોજનાઓ ” ખોલ્યા બાદ જ્યાં સરકારી અન્ય યોજના, ખેડૂત યોજના બતાવશે.
- જેમાં “ માલ વાહક યોજના ” માં “ અરજી કરો ” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
- જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતે કિસાન પરિવહન યોજના નું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
also read:-